"ચપ્પલ નું ઓપનિંગ " ગઇકાલે લેધરના ( 12 ઇંચ સાઇઝના ) ચપ્પલનું વિધિવત્ ઓપનિંગ કર્યું ... મનમાં તથા પરિવારમાં આનંદનો માહોલ હતો , બજારમાં જેને શોધવા ખુબજ મહેનત પહોંચેલી કારણકે એક તો હાઇટ છ ફૂટ ઉપર અને પગની સાઇઝ 12 ઇંચ જેટલી , જોઈએ તેવી પસંદગી મળે નહિ..મહામહેનતે વેરાઈ ચકલા માં આવેલ BIG BOSS માંથી મ્યુઝિયમમાં જોવા મળે તે રીતે મળેલ..ગઇકાલે આમઆદમી ની જેમ જ સાંજે મંદિરે દર્શન કરવા જઈ પરત ફરી બોક્સમાં સાચવીને ( નવા નવા હતા એટલે ) ડોરસ્ટેપ પાસે મૂકીને અગાશીમાં મીઠી નીંદર માણી ..સવારે નવા ચપ્પલ પહેરવાના ઉલ્લાસ સાથે ઊઠીને જોયું તો આ શું ??? ચપ્પલ મેનુફેકચરિંગ સ્ટેજ માં હોય તેમ અલગ અલગ સ્પેર પાર્ટ્સ માં જોવા મળ્યા..ધ્રાસકો પડ્યો ... સંશોધન કરતા જાણવા મળ્યું કે આ કરતૂત બીજા કોઈએ નહિ પણ જેને રોજ સવારે ઊઠીને ઘરમાંથી ડેલિસિયસ નાસ્તો મળતો એ જાફરીયો ( સ્ટ્રીટ ડોગ ) હતો . ઓરિજનલ લેધર ને લીધે એની પાવરફુલ ઘ્રાનેન્દ્રીઓનું આ પરિણામ હતું . સવારે તેને જોયો તો મનની અંદર એક ગુસ્સા સાથે ઝનૂન સવાર થયું કે લાવ ખૂણામાં પડેલી ઘણા દિવસથી ન વપરાયેલી લાકડીનો ઉપયોગ કરી લઉં ... પણ જાફરિયાની ઉપર આક્રમણ કરવાની પહેલ કરી તો એક ફેમિલી મેમ્બરની જેમ ભાગવાની જગાએ આંખો માં આંખો મિલાવવા લાગ્યો.મે ગુસ્સાને કંટ્રોલ કરતાં એની આંખો માં જોયું તો એને એક એવી ઊંડી આશા દેખાઈ કે હુમલો નહીજ થાય .. કાન ની મૂવમેન્ટ , પુંછડીની પટ પટ , આંખોમાં રહેલ વફાદારી જોઈ મને એ વફાદાર ગણાતું પ્રાણી એમ કહેતું હોય એવું લાગ્યું કે ... " હું મારું કર્મ કરું છું તમે તમારું કર્મ કરો . " જયરામ શેખા

Gujarati Whatsapp-Status by Jairam Sekha : 111496897
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now