ગીતા ૧-૩૪,૩૫,૩૬
एतान्न हन्तुमिच्छामि घ्नतोऽपि मधुसूदन।
अपि त्रैलोक्यराज्यस्य हेतोः किं नु महीकृते॥
निहत्य धार्तराष्ट्रान्न का प्रीतिः स्याज्जनार्दन।
पापमेवाश्रयेदस्मान् हत्वैतानाततायिनः॥
तस्मान्नार्हा वयं हन्तुं धार्तराष्ट्रान्स्वबान्धवान्।
स्वजनं हि कथं हत्वा सुखिनः स्याम माधव॥
અર્જુન સામે ચાર ભાઈઓ મુકીને આખું કુટુંબ ઉભુ છે. અર્જુન અહીં મરવાનું પસંદ કરે છે પણ મારવાની ના કહી દે છે ભલે ને આખી પૃથ્વી નુ રાજ્ય જતું કરવુ પડે.
અહીં અર્જુન હજુ પણ રાજ્ય ને જીત નો ભાગ સમજે છે.. માટે તે બધું જતું કરી દે છે પણ એમને એ ખબર નથી કે આ યુધ્ધ માત્ર રાજકીય જ નથી રહ્યું.. સામેવાળા ધર્મ તો બરાબર જાણે છે પણ પોતાની કોઈ અપમાન,લાલસા,જીદ,વટ ને કારણે યુદ્ધ કરવા તૈયાર છે.સ્વજન ની હત્યા કરવામાં એમની જ ઉપર દયા કરવા જ્યારે જરુરી બને ત્યારે તે જ ક્રીયા હિતાવહ હોય છે.