Gujarati Quote in Blog by Tr Mrs Snehal Rajan Jani

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વાસ્તવિક પરિસ્થિતી સ્વીકારવી એ ઘણી વાર હિંમત માંગી લે છે. કોઈક સહજતાથી સ્વીકારી શકે છે તો કોઈક હિંમત હારી જાય છે. પોતાની મરજી પ્રમાણે કંઈક કરવું હોય પણ વાસ્તવિક જીવનમાં અવરોધો આવ્યા વગર રહેતા નથી.
પોતાનો વાસ્તવિક સ્વભાવ અન્યાય ન જોઈ શકવાનો હોય પણ ડગલે ને પગલે તમે અન્યાય જોવા છતાં કંઈ જ કરી શકતા નથી. દુઃખી થવાની જરૂર નથી. દરેક વ્યક્તિ પોતાના કર્મને આધિન હોય છે.
આમ તો એવું કહેવાય છે કે ગુનેગાર માત્ર એ નથી કે જે ગુનો કરે છે, એ પણ છે કે જે એને ચુપચાપ સહન કરે છે. પણ આજકાલ આપણે જોઈએ છીએ કે બીજાના ઝગડામાં વચ્ચે સમાધાન કરનારને જ મૃત્યુ સુધીની સજા મળે છે. એટલે જ વાસ્તવિક જીવનમાં કોઈ બીજાને થતા અન્યાય માટે સમાધાન કરાવવા તૈયાર નથી.
આપણી સાથે બનતી બાબતોને પણ વાસ્તવિક રીતે સહજતાથી સ્વીકારવી જ પડે છે. કોઈ એક વિદ્યાર્થી ડૉક્ટર કે એન્જિનિયર બનવા માંગે છે, પણ વાસ્તવિક જીવનમાં એ ખૂબ જ ચંચળ છે. યોગ્ય રીતે અભ્યાસ કરતો નથી. પરિણામ એ આવે છે કે એ વાર્ષિક પરીક્ષામાં માંડ માંડ પાસ થાય છે. હવે? વાસ્તવિકતાનો સ્વીકાર કરવો જ પડશે. હવે એણે ફરજીયાત પોતાનું લક્ષ્ય બદલવું પડશે.
શર્ટનું ખિસ્સું અને માણસનું હૈયું, બંને ડાબી બાજુ પર હોય છે. પરંતુ, કડવી વાસ્તવિકતા એ છે કે પહેલાંનાં જમાનામાં ખિસ્સું ખાલી હતું, ત્યારે હૈયું ભરેલું હતું, અને આજે, ખિસ્સું ભરેલું છે, ત્યારે હૈયું ખાલીખમ છે.
આજે જ્યારે લોકો રોબોટ દ્વારા થયેલા કામ પર કે કેલ્ક્યુલેટર પર કરેલ ગણતરીને એક માનવીએ કરેલ કામ કે ગણતરી કરતા વધુ સહજતાથી સ્વીકારતા હોય છે. તો વાસ્તવિક માણસનું કૌશલ્ય તો ધ્યાનમાં લેવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી.
વાસ્તવિક ઘરેણાંનું સ્થાન પણ નકલી ઘરેણાં એ લઈ લીધું છે. ઘરની સજાવટની જવાબદારી નકલી ફૂલો પાસે આવી ગઈ છે. દિવાળીની રંગોળી તૈયાર સ્ટીકર વાપરીને કરવામાં આવે છે. હવે આ હાલતમાં વાસ્તવિક રહેવું થોડું અસહજ લાગે, પણ આ વાસ્તવિકતાનો સ્વીકાર કરી દુનિયા સાથે કદમતાલ તો મેળવવો જ પડશે. પોતાની રૂઢીચુસ્તતાને વળગી રહેવામાં વાસ્તવિક દુનિયાને અનુકૂળ ક્યારેય નહીં થવાશે અને પરિણામ એ આવશે કે વ્યક્તિ દુનિયા અને સમાજથી દૂર થઈ એકલો પડી જશે.
વાસ્તવિક બાબતો સાથે જીવવામાં જ મજા છે નહીં તો દુઃખી જ રહેવું પડશે. જે જેવું છે તેવું સ્વીકારી લો અને પોતે પણ વાસ્તવિક રૂપમાં જ પરંતુ જમાનાને અનુરૂપ રહો.
#વાસ્તવિક

Gujarati Blog by Tr Mrs Snehal Rajan Jani : 111494977
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now