ખોટું લાગે છે જ્યારે કોઈ લાગણીઓની કદર નથી કરતું,
ખોટું લાગે છે જ્યારે કોઈ એમ કહે છે કે તને કંઈ આવડતું નથી,
ખોટું લાગે છે જ્યારે કોઈનાં સાથની જરુર હોય ત્યારે જ એકલા રહેવું પડે છે
ખોટું લાગે છે જ્યારે કાબેલિયત પર આશંકા વ્યક્ત થાય છે,
ખોટું લાગે છે જ્યારે રડતી આંખોને લુછવાવાળું કોઈ નથી હોતું,
ખોટું લાગે છે જ્યારે હંમેશા નજરઅંદાજ કરવામાં આવે છે,
ખોટું લાગે છે જ્યારે એકલા હાથે લડવું પડે છે સાચા હોવા છતાં,
ખોટું લાગે છે જ્યારે કોઈની સાથે સરખામણી કરવામાં આવે છે.
#ખોટું