પ્રણય ગીત - ભીની ભીની યાદ
ભીનું ભીનું વાદળુંને વર્ષા છે તાલમાં
સ્મરણ થયું મને વાલમની યાદમાં
ભીની થઇ ધરતી છે વાદળોની ગાજમાં
હૈયું ઝૂમે મારું ઝરમરિયા તાલમાં
ભીનું ભીનું ખેતરને થનગનતો મોર છે
ઢેલડ ને જુવો તે જુમે ગુલતાનમાં
મોસમ થઈ મદઘેલી તરવરિયા તાલમાં
ગલગોટા ખીલ્યા મારા ગોર ગોરા ગાલમાં
મોગરાની સુગંધ ફેલાઈ છે બાગમાં
લચમચકતી લ્હેરો છે લહેરખી હવામાં
ઝાડ પર પક્ષીઓ છે એકબીજાની ચાંચમાં
મારે પણ રહેવું છે, વાલમના સહવાસમાં
#ભીનું