#ભીનું
ભીની ભીની લાગણી હોય
અને હોય ભીનું હદય
ભલે મતિ ઓછી હોય
ત્યાં જ ખીલે પ્રણય.
ના શિખામણ જરૂરી
ના કોઈ ઉપદેશ
પરસ્પરનો દ્વઢ ભાવ હોય
ત્યાં જ રહે સંબંધ અભય.
ના અવહેલના,ના તિરસ્કાર
ના તો અપમાનના આધાર
એકબીજના સન્માન થકી
થાય જીવનપળોનો ઉદય.
પદ્માક્ષી(પ્રાંજલ)