*******વિશાળ*******
વિશાળ દરિયા કિનારે થી જ પાછા વળી ગયા,
હોંઠ રહ્યા સુકાં ને અમે આખાય ભીંજાય ગયા.
નાનકડા ઝરણું દોડ્યું ને તરસ છીપાવી ગયું ,
લાગણી જોઈ ને અમે પણ અંજાઈ ગયા.
ખોવાઈ ગયા હતા વિશાળ તા જોઈ,
ખારાશ જોઈ પાછા વળી ગયા .
નાનકડા ઝરણાં ની જોઈ મીઠાશ,
બસ એટલે જ તો મોહાઈ ગયા...
Aradhya ba