Gujarati Quote in Blog by Dp, pratik

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#મુંજવણ_એક_ભ્રમ

તમે સુતા છો ઘરમાં,અચાનક કોઈ અવાજ આવ્યો તમે ઉઠી ગયા,તપાસ કરતા જાણ થઇ કે બિલ્લી ઝાલરૂ ખનકાવતી ગઈ એથી અવાજ આવ્યો,તમે એ ભ્રમ માંથી મુક્ત થઇ ને સુવા જાવ છતાં પણ જો તમારું ધ્યાન એ ડોલતા ઝાલર તરફ જાય છે,અને મનમાં કોઈ એક વિચાર આવે કે આ પડી જશે તો?? આવા વિચાર દરેક વ્યક્તિને કોઈને કોઈને કારણે આવે છે,જેમાં કારણ એ મૂંઝવણમાં મુકાઈ જાય છે.

મુંજવણમાં મુકતા ઘણા લોકો બે મિનિટ પછી એ ભૂલી જાય છે,ઘણા લોકો એ મુંજવણને દૂર કરવા તેને બાથે ભરે છે,ઘણી મુંજવણ સામાન્ય હોય છે એટલે એ લોકોની ચિંતા દૂર કરી નાખે ઘણી મુંજવણ દેખાતી સામાન્ય પણ ઊંડી ઘણી હોય છે,જે ખાતરી કરે છે એને વધુ મુંજવણમાં મેલી દે છે.

મુંજવણ દરેક જીવને થાય છે,પણ જો એને બાથે ભરે તો એ તકલીફ આપે છે અને ઇગ્નોર કરે તો એ કશું નુકશાન નથી પહોંચાડતી,પણ આતો માનવ કેરા મનખા આફત ને આવકારો સામેથી આપે અને પછી ખુદ મુંજવણના ભ્રમમાં ડૂબે અને બીજાને પણ સાથે લેતા જાય.

"મગજ છે એ કોઈ પણ વ્યક્તિ વસ્તુની ચકાસણી કરવા માટેનું મશીન છે,યાદી ભરવાનું સાધન છે,એમાં ખરાબી આવે એવા કોઈ ઉપાય કરશો તો એમાં તમે જ હેરાન થશો બીજા કોઈને એનાથી કઈ તકલીફ નથી થતી."

જીવવું હોય તો દિલને સંભાળો એ કહે એટલું કરો એની ધડકન જેના માટે વધુ પ્રેસરાઇઝ થાય છે એનું નામ વારેવારે લ્યો અથવા તેને મળો,જેથી દિલ ધડકતું રહે અને રક્ત પ્રહવા વહેતો રહે.ચિંતા ક્યારેક ચિતા ખડકી દે છે અને સમય પહેલા જ તમારો સમય પૂરો થઇ જાય છે.

Dp,"પ્રતીક"

Gujarati Blog by Dp, pratik : 111478937
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now