Gujarati Quote in Thought by પ્રવિણ ગજ્જર

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તાજેતરમાં ભારત- ચીન બોર્ડર પર કેટલાક ભારતીય જવાનો શહીદ થયેલ છે, જેઓને દેશભક્તો ચાઈનીઝ કંપની ના મોબાઈલ , લેપટોપમાં ચાઈનીઝ એપ થી શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે, સુ એનાથી આપણાં વીર શહીદોને શ્રદ્ધાંજલિ મળશે ખરી ????
ક્યારેય નહીં.....
ચાઈનીઝ પ્રોડકટનો બહિષ્કાર કરી હું મારા રાષ્ટ્રના વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું...

મેં ચાઈનીઝ પ્રોડક્ટ ન ખરીદવાનો સંકલ્પ કરેલ છે
હું કોઈ પણ પ્રોડક્ટ ખરીદતી સમયે કંપની ભારતીય છે કે કેમ તેની ખાતરી કરીને જ પ્રોડક્ટ ની ખરીદ કરું છું.. ચાહે પછી એ પ્રોડક્ટ વિદેશી કરતા ભલે મોંઘી હોય..
મેં મોબાઇલ ની પાવરબેન્ક ambrane જે ભારતીય કંપની છે એની ખરીદ કરેલ છે..
ગાડીના ટાયર એપોલો જે ભારતીય કંપની છે એના ખરીદ કરેલ છે..
હું ફક્ત દેશભક્તિ ની પોસ્ટ કરવામાં નથી માનતો , મેં ભારતીય પ્રોડક્ટ લેવાનો સંકલ્પ કરી,, એની શરુઆત પણ કરી દીધી છે...
સુ તમે સંકલ્પ કર્યો કે કેમ ??
કે પછી ફક્ત પોસ્ટ, સ્ટેટ્સ મૂકીને સંતોષ માની લેવાનો છે...
જો દેશની સરહદે આપણા જવાનો શહીદ થતા હોય તેમછતાં જો ચાઈનીઝ પ્રોડક્ટ(વિદેશી) નો બહિષ્કાર ન કરી શકતા હોવ તો આપણા જવાનો સાથે આપણે જ યુદ્ધ લડી રહ્યા છીએ ....
ચાઈનીઝ સોફ્ટવેર, હાર્ડવેર કોઈ પણ બનાવટ બિલકુલ ન ખરીદી શહિદો ને સાચી શ્રદ્ધાંજલિ આપીએ..

જય હિંદ

Gujarati Thought by પ્રવિણ ગજ્જર : 111477413
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now