આ દેશના નાગરીક તરીકે સરકારને એક પ્રશ્ન ચોક્કસ પુછવા માંગુ છુ?
સરહદ પર થયુ છે શુ તે જણાવો....કઇક તો છુપાવો છો તમે લોકો નહિંતર આ વીસ જણા મરત જ નહી....પબ્લિક ગુસ્સે થશે ત્યારે કોઇ કોરોના રોગ નહી જોવે.....જો આવુ જ કરવુ હોય તો તમારા અને કોંગ્રેસ વચ્ચે શુ ફરક?
મારા જેવા કેટલાંય લોકો તમને રાષ્ટ્રવાદ પર વોટ આપે છે....મને ડર છે કે સત્તાની મોહમાયામા તમારા અમુક માણસો પ્રજાને સાચી માહીતી નથી આપી રહ્યા...
એકી ઝાટકે પબ્લિક ઊઠાડી ફેંકશે....છેવટે અહિંયા અંતિમ સત્તા પ્રજા પાસે છે.....ખરેખર ખુબ ખોટો મેસેજ જાય છે હાલના તબક્કે.....શહિદોને માટે શબ્દો નથી મારી પાસે😭😭😭...પણ વાસ્તવીક ચિતાર તો આપો....છેલ્લા ૬૦ વર્ષથી નાના મોટા છમકલા થયા જ કરે છે....પણ આ વખતે અપેક્ષા કરતા વધારે છે જે સહન થઇ શકે તેમ નથી...તમે લોકો રાજ્યસભાની ચુંટણીમા જે ખેલ કરો છો તેમા મને રસ નથી,પણ આ દેશની અડધો ઇંચ પણ જમીન જો હવે પારકા દેશે પચાવી પાડી તો તમારા રાષ્ટ્રવાદ પર શંકા જાય છે....સરકારના તમામ કુટનીતીક નિર્ણયો પર હુ કદાંચ સાથ આપુ...પણ આ આપણી સુરક્ષાનો મુદ્દો છે....સૈનીકોનો જીવ રાજ્યસભાના ઇલેક્શન માટે ખરીદાયેલા વિધાન સભ્યો કરતા ઘણો કિંમતી છે....😡😡😡
સાહેબ,તમે જ કહેલુ કે ચીન સાથે આપણે તમામ મુદ્દા વાતચીતથી ઉકેલી નાંખીશુ....પણ અહિંયા વાતચીત અભેરાઇ પર ચડી ગઇ છે....નહિંતર આપણા વીસ સૈનીકો મરે જ નહી.....હુ પણ જાણુ છુ કે તમે પ્રેશરમા હશો,પણ પરિસ્થિતીને સમજો.....આપણે દર વખતે માર ખાઇએ તે પાલવે નહી....તમે જ ચીનના રાષ્ટ્રપતીને અમદાવાદના ઝુલે ઝુલાવેલા,પણ આ મુદ્દો માર્કેટીંગ કરવાનો નથી...સ્થિતી દિવસે ને દિવસે વણસતિ જાય છે...