તમામ સુખ દુખ આધી વ્યાધિ ઉપાદી પીડાઓ સમસ્યાઓ અને સબંધો શ્વાસ હોય ત્યાં સુધી જ હોય છે શ્વાસોશ્વાસની દોરી તુટતા એ બધાનો અંત આવી જતો હોય છે એ સાચુ પણ આ બધાનો અંત આણવાની ઉતાવળમાં જિંદગીનો અંત આણી ના દેવાય..... એની સામે લડી લેવાય માનસિક કે શારિરીક પીડાઓથી ત્રસ્ત માનવી ક્યારેક નબળો પડી જઈ ને કોઈક નબળી પળે જિંદગીનો અંત લાવી દેતો હોય છે આથી પિડાઓની સાથે સાથે માનવી પણ પુરો થઈ જાય છે એના કરતા બહેતર છે કે તમારી સમસ્યાઓ અને પિડાઓને સમય આપો સમય વિતતાની સાથે કાંતો એ સમસ્યાઓ અને પીડાઓ નો અંત આવી જશે કાં તમે એનાથી ટેવાઈ જસો
આવા નબળા સમય દરમિયાન તમારા દુ:ખ દર્દ કે પીડાને વહેચી શકાય એવા કોઈ પ્રિયજન કે સ્વજન હોય તો એમની સાથે વહેચો અને એવુ કોઈ ના હોય તો રોજ રાત્રે તમારી પિડાઓને યાદ કરી તમારી આંખના આંસું સુકાઈ જાય એટલુ રડી રડી ને તમારુ ઓશિકા અને રૂમાલ ને ભીનો કરતા રહો પણ આત્મહત્યા જેવું અંતિમ પગલુ કદી ના ભરવું
જિંદગી અમુલ્ય છે અને એ કદીય કોઈ વસ્તુ કે વ્યક્તિ વિના અટકી નથી પડવાની એટલુ યાદ રાખો