#કટું
આજે માણસો ની વાણી માં કટુતા ઘર કરી ગઈ છે,
અને માણસો ની વાણી ની મીઠાશ વહી ગઈ છે.
ધીરે ધીરે સંબંધો માં કડવાશ પેદા થઈ રહી છે, અને તેથી તો, સંબધો માં તિરાડ પડવા માંડી છે.
ભૂલી ગયો છે આ માનવી કે, આ જગત માં મારૂ અસ્તિત્વ સુ છે?અનેક માણસો ના દિલ દુભાવવા માં જ રસ છે.
એક કહેવત છે કે,વાણી અને પાણી વિચારી ને વાપરો.
ખોટા શબ્દો કાઢતા પહેલા વ્યક્તિ એ સો વખત વિચારી ને બોલવું જોઈએ.જેટલી તમારી વાણી માં મીઠાશ હશે તેટલી શત્રુતા ઘટશે.અને સંબંધો વધુ ગાઢ અને મજબૂત બનશે.
ના કાઢીએ કટુ ભર્યા વચનો તો રહેશે જીવન માં મીઠાશ. સબંધો ને સાચવતા શીખીએ.સબંધો નું મૂલ્ય સમજીએ.કટુ વચનો થી દુર રહીએ.