Gujarati Quote in Blog by bhavna

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હા હું એક સ્ત્રી...
જન્મ થી સાપ નો ભારો ગણાઉં છું...
છતાંય મન મક્કમ કરીને મોટી થાઉં છું...
કયારેક બહેન તો કયારેક દિકરી બની પારકી કહેવાઉં છું... બાળપણથી સાહસિક કાર્યો ને પ્રવૃત્તિઓ માં રસ ધરાવું છું...
પોતાના સ્વમાન ખાતર દુનિયા થી લડી જાઉં છું...
માતા પિતા કહે પારકી થાપણ,સાસરીમાં એ ઠેબા ખાઉ છું...
ખુદ ના અંશ ને જન્મ આપવા મોતનાં મુખમાં જાઉં છું...
ચાર દિવાલો ને ઘર બનાવું,સમાજ માં માન ભેર જાઉં છું...
બાળકોની શિક્ષક,પતિ કાજે રંભા,સાસરીયા નો રસોઈઓ છું
વડીલો ની સેવા માટે ચાકર પણ બની જાઉં છું...
દરેક સાથે પ્રેમાળ બનું છું, નાના ને પ્રેમ,મોટાને આદર આપું છું
સુખ-દુખ ની અનુભૂતિ થી આંખો પણ છલકાવુ છું...
સદાય હસતો ચહેરો રાખુ, દુખ માં મુખ મલકાવું છું
પિયર માં પારકી ને, સાસરીમાં બહાર ની ગણાઉં છું...
છતાંય બન્ને કુળને તારનાર કહેવાઉં છું...

શબ્દ ભાવના...

Gujarati Blog by bhavna : 111469863
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now