#બળવાખોર
================================
મન બળવાખોર છે? શું આ પુર્ણ સત્ય છે ? ના , નહિં જ આપણી ભીતર અનંત જન્મો નો અનુરાગ છે.જીવને આ
બહાર ન ઈન્દ્રિય ગત જગત માં ,શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ આવી વિષયો ની તન્માત્રા માં તન્મય થઈ ને સુખ ભોગવવા માટે લાલસા છે. અનેક જન્મોના સંસ્કારો થી
ચિત્ત માં નવી નવી કામના ઓ પ્રગટ થયા છે.
આ ઈચ્છા તૃષ્ણા ના સંકલ્પ દ્રઢ થતાં તે વાસના અને
વ્યસન બની જાય છે. એટલે માનવ ને તેને પામી ને ટકાવી રાખવા ના ભગીરથ પ્રયત્નો જ મન ની ચંચળતા પેદા કરતા હોવાથી જ મન બળવાખોર છે.
એકવાર તમે નિશ્ચિતપણે વિચારો , શું આ જગતના બધા જ વ્યક્તિ પદાર્થ કે વસ્તુઓ કે પરિસ્થિતિઓ તમને અનુકૂળ છે? જવાબ છે નહિં જ. પણ તમે તેમ છતાં એને અનુકૂળ કરી સુખ સમૃદ્ધિ પામવા ઈચ્છા રાખતા હોવ છો અને એ સ્વાભાવિક છે.
પરંતુ જેની તમારી લાયકાત કરતાં કે હક કરતા ના પ્રાપ્તિ થાય એવી વ્યક્તિ વસ્તુઓને કે પરિસ્થિતિ પામવા ની ઈચ્છા કે સંકલ્પ કરો અને એની પુર્તિ ના થતા જ મન બળવો પોકારશે. આ સત્ય છે. આના માટે જવાબદાર કોણ ? તમે પોતે જ છો. તમે છો ઈચ્છા ઓ છે એજ તમારી દુનિયા છે. તમારું અસ્તિત્વ ના હોય તો દુનિયા બદલાઈ જવાની નથી. એટલે તમારે જ બદલાઈ જવું પડે
તમારી આદતો ને યથાયોગ્ય સ્વરૂપ આપવું જોઈએ. એટલા માટે ધર્મ કે કાયદા ની વ્યવસ્થા સુસંગતતા જાળવી રાખવા માટે છે.
મન ના બળવાખોર સ્વભાવ ને રોકવા માટે , તમે યોગ પ્રાણાયામ ધ્યાન કે બીજા બધા કિમિયા કરશો , પરંતુ તે કારગાત નહીં નીવડે. જ્યાં સુધી તમારું મન અને ઈચ્છા પર નિયંત્રણ નથી. પરિણામે આ પરિસ્થિતિ સર્જાઈ છે
સંસરતિ ઈતિ સંસાર , આ સરકતો ઈચ્છા તૃષ્ણા નો નાગ છે અને એણે વઃસના રૂપી ડંખ માર્યો છે. એટલે હવે ભોગવ્યે છૂટકારો થાય. જ્ઞાન વગર મુક્તિ સંભવ નથી.પરતુ કહેવાતી કથાઓ સાંભળી ને મુક્તિ નહીં મળે,
વાસ્તવિકતા સમજીને ત્યાગપુર્વક ધર્મપુર્વક નું આચરણ કરીએ ત્યારે મનોજય થાય છે . ત્યાર બાદ જ શાંતિ નો સાચો અનુભવ થાય છે. આનંદ શાંતિ પ્રેમ વગેરે નું સાચું સ્વરૂપ સમજાય છે. પછી જ જીવન ને તમે આનંદ પુર્ણ
માણી શકો છો.
ૐ તત્ સત્