માન્યુ કે કુષ્ણ ને દુઃખ હતા...પણ એ દુઃખી નહોતા,
માન્યુ કે યાદવાસ્થળી હતી..પણ એ જવાબદાર નથી,
વાંક સમાજ નો છે...ભલે ગમે તે યુગ હોય.
એ માનસિકતા છે કે કોઇ આવે અને અમને સુધારે,એ સમાજ નો ઉદ્ધાર શક્ય જ નથી, ખુદ કુષ્ણ પણ આ જાણતા હતા.માટે જ યાદવાસ્થળી થવા દિધી.
જે ગટર ને વારંવાર સાફ કરવી પડે તો એ ગટર મા વાન્ધો કેવાય , સફાઈ કામદાર નો નહી.બસ દેશની માનસિકતા એવી જ છે.અવતારો કહી કહી નુ થાકી ગયા કે માનવે પોતાનો ઉદ્ધાર જાતે જ કરવાનો છે અમે તો માત્ર સંભાવના પ્રસ્તુત કરી છે.
જગત માં લગભગ ૩૦૦ પ્રકારના ધર્મ છે એનો મતલબ માત્ર એટલો કે આટલા રસ્તા છે જેના પર એવી માનસિકતા લયને સત્ય પામ્યો છે.બધાની માનસિકતા સરખી ન જ હોય માટે તમારો ધર્મ માત્ર તમારુ સત્ય છે જ્યારે આ સત્ય સમાજ ની ભલાઈ મા વપરાય ત્યારે જ પોતાના સત્ય ને પુર્ણ સત્ય સાથે એકાકાર કરી શકાય..બસ આ જ વ્યાખ્યા છે ધાર્મિકતા ની.
પોતાના ધર્મ ને ધાર્મિકતા સાથે જોડવુ એ જ છે ભગવત્તા...