Gujarati Quote in Blog by Dp, pratik

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક સકારાત્મક વિચાર.

લોકો કહે છે કે હવે સ્ત્રીનો સમય ચાલે છે,(ફેસન જમાનો)આવ્યો છે જેથી ઘણી બીક રહી છે.

છોકરીયું આડી ફાટી છે,છોકરીયું કહ્યામાં નથી,તેની મનમાની કરે છે,જેથી લગ્નમાં ઘણો અવરોધ ઉભો થાય છે,તેની અવનવી ફરમાઇસના કારણે સીધા સાદા છોકરાઓ કુંવારા રહી જાય છે.

હા હું માનું છું કે છોકરી અવનવી ઈચ્છાઓ પ્રગટ કરીને છોકરાઓને બહુ ઘાસ નથી નાખતી.

પણ અલ્યા મુર્ખાઓ આ છોકરીયુનો જમાનો આવ્યો એમાંય તમને જ ફાયદો છે,કારણ કે હવે છોકરીયું આત્મ નિર્ભર બની ને રહે છે,જે કઈ કરે છે એ જાતે કરે છે,કોઈના ડર વગર.

તો લગ્ન પણ પોતાની મરજીથી જ કરશે એમાં તો તમને ઘણો ફાયદો છે,તમે કોઈ એક છોકરી પસંદ કરો તેને પૂરતો સમય આપો,એ માંગે તે હાજર કરો,જો એને 80% તમે ગમી ગયા તો તમારા લગ્ન પાક્કા જ છે સમજો.

એક સમય એવો હતો કે જયારે છોકરો કોઈ છોકરીના પ્રેમમાં પડતો,અને એની જાણ ઘર, સમાજ, કે પછી જ્ઞાતિ ફેરનું કારણ નીકળતું, તો છોકરાઓ માર ખાતા,ગાળો ખાતા,અંતે જેલના સળિયા પણ ગણવા પડતા તો પણ એમને એમનો પ્રેમ નહતો મળતો,કારણ કે એ વખતની છોકરીયું ડરી ડરી રહેતી કે હું પ્રેમ લગ્ન કરીશ તો મારા માવતર નહીં જીવે.

એના કરતા તો તમારા નસીબ લાખ દરજે સારા છે પ્રેમ થાય તો સીધા લગ્ન જ સમજો,ન માર ખાવો પડે ન જેલમાં જવું પડે,કારણ કે છોકરી જ ખુદ લડી લે છે એ બાબતે કારણ કે હવે એનો જમાનો આવ્યો અને એનું જ ચાલવાનું છે,તો પછી તમને છોકરાઓને શેનો ડર??

તમારે તો લગ્નથી જ મતલબ છે ને? અરેંજ થાય કે લવ મેરેજ થાય. ઈચ્છાથી જ તો થાય છે,પણ હા એક વાત યાદ રાખવી કે એ લગ્ન માટે આખા ઘરથી લડી શકે છે,તો તમારામાં ખોટ દેખાતા છુટ્ટા છેડા પણ લઇ શકે છે.😂 માટે લગ્ન પછી એટલું ધ્યાન રાખવું કે જ્યાં સુધી ઘરમાં દાળ ખાવા મલે ત્યાં સુધી બહારના પનિરની આશા ન રાખવી તમારું લગ્ન જીવન સફળ રહેશે. ગેરેન્ટી કે સાથ.

સકારાત્મક વિચાર રાખો દરેક વાતે ભલું થશે તમારું😂😂😂😂😂😂😂😂😂😂

Gujarati Blog by Dp, pratik : 111463233
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now