Part 1
Rich men poor men
આજે હું તમને એક વાર્તા કહીશ. જે વાર્તા તમને અમીરી તરફ દોરી જસે. એક માણસ હતો જે ગરીબ હતો.એની બાજુ માં એક અમીર રહેતો હતો. ગરીબ માણસ ભગવાન ને કીધું તે આને અમીર બનાવ્યું છે.મને કેમ નઇ. મને પણ બનાવ. તો ભગવાન ને કીધું મે અમીર ને તારા જેવો બનાવી દવ છું. પછી બે જણા ને એક એક મુરગી આપી પેલા દિવસે બંને મુરગી ને દસ ઈંડા આપ્યા. તો જે પહેલે થી ગરીબ હતો એને દસ ઈંડા વહેચીને ૧૦૦ રૂ મળ્યા એના થી તે એના પરિવાર માટે સારું ખાવાનું લઈ ગયો. જ્યારે અમીરે દસ માથી નવ ઈંડા વહેચ્યા.એક ઈંડું તે પોતાના પરિવાર માટે રાખ્યું. અમીર ને ૯૦ રૂ મળ્યા હતા. અને એના પરિવાર ને ભૂખ્યું રહેવું પડ્યું હતું પણ તેને ચલાવી લીધું. ૯૦રૂ માથી તેને ૫૦રૂ ની બીજી એક મુરગી લીધી.અને ૪૦રૂ બચત કર્યા.કેમ કે જ્યારે જરૂરત પડે તો કામ આવે.બીજા દિવસે જે ગરીબ હતો એને ૧૦ ઈંડા મળ્યા. પણ જે અમીર હતો એને ૨૦ ઈંડા મળ્યા.ગરીબે પેલની જેમ જ પાર્ટી કરી.જ્યારે અમીર ને ૨૦ ઈંડા મળ્યા હતા તો તેને ૨૦ માથી ૨ પોતાના પરિવાર માટે રાખ્યા. અને ૧૮ વ્હેચ્યા.હવે એની પાસે ૧૮૦ રૂ થયા.૧૦૦ રૂ ની તેને બીજી બે મુરગી લીધી. અને ૮૦ રૂ બચત કર્યા. જ્યારે ગરીબ ને કઈ બચત ના કર્યું. ત્રીજા દિવસે સાંજ થતાં થતાં ગરીબ ને ૧૦ ઈંડા જ મળ્યા હતા પણ અમીર ને આ વખતે ૪૦ ઈંડા મળ્યા હતા. ગરીબે રોજ ની જેમ ૧૦ વહેચી નાખ્યા. જ્યારે અમીરે ૪ ઈંડા પોતાના પરિવાર સાથે ખાધા અને ૩૬ ઈંડા વહેચ્યા.તેને ૩૬૦ રૂ મળ્યા.આ વખતે તેના પરિવાર ને પેટ ભરી ને ખાવાનું મળ્યું હતું .બીજી દિવસે ૧૫૦ રૂ ની ૩ બીજી મુરગી લીધી.હવે એની પાસે કુલ ૭ મુરગી થઈ ગઈ હતી.અને એની પાસે ૩૩૦ રૂ બચત કરેલા હતા.સાંજ થઈ ત્યારે તે માણસ પાસે ૭૦ ઈંડા હતા તેને ૬૬ ઈંડા વહેચી ને ૬૬૦ રૂ કામવી લીધા.પેલા થી એની પાસે ૩૩૦ રૂ બચેલા હતા. અને એના પરિવાર ને સારું એવું ખાવાનું પણ મળ્યું હતું.