#ધંધાનું_બંધારણ
આજથી વર્ષો પહેલા જ્યારે માનવ જીવન સમૃદ્ધ બનાવવા માટે રોજી રોટીનો પાયો નાખવામાં આવ્યો, ત્યારે જે તે વ્યક્તિ પોતાની કલાકૃતિથી ભિન્ન ભિન્ન પ્રકારની ચીજ વસ્તુ અને ઓજાર બનાવવા લાગ્યા.
જેમ આજે આપણે કોઈ વ્યક્તિને સંસાધન અથવા કોઈ કલા બનાવીને,લોક મેળામાં મુકતા જે પ્રસિદ્ધિ મેળવતા જોઈને,એમ થાય કે ચલોને હું પણ એના જેવું કૈક કરું,અને લોક મેળામાં મૂકીને હું પણ નામના મેળવું.
એવીજ રીતે એ સમયમાં એક વ્યક્તિ કોઈ ચીજ વસ્તુ બનાવતો અને વહેંચતો, તેને જોઈ બીજા લોકો પણ તેની બનાવટ કરીને વેચવાનું શરૂ કરતા,એકજ વસ્તુ, એકજ ઓજાર,અનેક લોકો બનાવવા લાગ્યા,પણ થયું એવું કે સંસાધન ઘણા અને ગ્રાહક બહુ ઓછા,એક વ્યક્તિનો વ્હેપાર થાય અને બીજો વ્યક્તિ ભૂખ્યો રહે,કારણ કે એકજ વસ્તુ અનેક લોકો વહેંચતા અને ગ્રાહક તો એની જ જોડે જવાના જે સસ્તા ભાવે આપે.
મંદિર એક,પાંચ,ભક્ત,અને પચાસ પૂજારી,આવો માહોલ હતો,ત્યારે તે વખતના બુદ્ધિ જીવી લોકો પોતાની સૂઝ બુઝથી કૈક એવો નિકાલ લાવ્યા,કે જે વ્યક્તિ સહુથી સારું અને સચોટ કામ કરશે તેને એ કામનો ભીસ્મ પિતામાહ કહેવામાં આવશે,અને તેના હાથ નીચે કામ કરનારને તેની સમાજ ગણવામાં આવશે.
એ વખતે જેનામાં જે ખૂબી હતી એણે એ ખૂબી બતાવી અને લોક કલ્યાણ માટે સંસાધનો બનાવવાનું શરૂ કર્યું એમાં એમના નામ પડ્યા કઈક આવી રીતે.
1;-વણિક:-,જે વસ્ત્ર બનાવે જેમ કે પેન્ટ,શર્ટ લેંઘા, કુર્તા. કાપડમાં બનતી દરેક આઈટમ વણિકને સોંપવામાં આવી, જે આજે 'વણકર સમાજ તરીકે ઓળખાઈ છે.કાપડનું કામ ફક્ત વણકર લોકો કરતા એટલે તેમની રોજી રોટી પૂર જોશમાં ચાલતી.
2:-ચમાર,,જે મરેલા ઢોર ઉપાડી તેનું ચામડું ચીરી તેનાથી અલગ અલગ પ્રકારની વસ્તુ બનાવવા લાગ્યા,જેમાં ઢોલ,પાથરણું, જેવી જે જે વસ્તુ બનતી તે બનાવી વેંચતા.
સોની:-જે સોનુ ગાળી તેમાંથી ઘરેણાં બનાવે, તે સોની સમાજ કહેવાણા,એમનું કામ સોના ચાંદી માંથી જે કઈ બનાવી શકે તે બનાવી તેનું વેચાણ કરે,એટલે એમનું ઘર ચાલે.
આવી જ રીતે,વાણીયા,બ્રાહ્મણ,પટેલ,દરબાર,જેવી અઢાર વર્ણ બનાવવામાં આવી,અને દરેકને પોતપોતાનું ગુજરાણ ચલવવાની ચાવી સોંપવામાં આવી,અને તેમની સમાજનું એક બંધારણ પણ આપી દેવામાં આવ્યું કે તમારી જ સમાજમાં તમે રહો, અને ધંધા રોજગારમાં આગળ વધતા રહો આવી રીતે દરેક સમાજનું અલગ અલગ બંધારણ ઘડવામાં આવ્યું,અને દેશ દુનિયાનું એક નવું રૂપ બનાવ્યું.
આપણે જે સામાજિક આભળછેટ રાખીએ છીએ તે કોઈ દેવી દેવતા અભળાય છે એટલા માટે ભાગલા પાડવામાં નથી આવ્યા. આ સામાજિક બંધારણ બધાને સરખી રોજી રોટી મળી રહે તે માટે ઘડવામાં આવ્યું હતું.
એ વખતે જે સમાજ જે કઈ અવનવી કલાકૃતિ બનાવતા હતા,તેનું પ્રદર્શન કરવા માટે લોકમેળા યોજાતા હતા,અને એ લોકો પોતાની કલાકૃતિ તે મેળામાં લઇ જતા અને લોક નજરની સામે રાખતા,જેને આજે આપણે એકજીબીશનના નામે ઢંઢેરો પીટી રહ્યા છીએ. એ વખતના રાજા રજવાળા ખરીદી સાથે મનોરંજન પણ લેતા અને લોકોને સુખ સમૃદ્ધિ પ્રદાન કરતા એ સમયની એમની આ સૂઝબુઝના કારણે આજે આપણે આટલા વિકસિત થયા છીએ.
આજે ફરી એ બંધારણના પહેલાના સમય જેવો માહોલ થઇ ગયો છે,આજે જે સમાજને જે ધંધામાં વધુ આવક દેખાય એ સમાજ એજ ધંધો કરે છે.
આજે વાણિયો સોનાની દુકાન ચલાવે છે,સોની હીરા ઘસે છે,બ્રાહ્મણ ચામડાનો ધંધો કરે છે,પટેલ કાપડ વણે છે,વણકર અને ચમાર મજૂરી કરે છે.
જે સમાજ ને જે ધંધામાં નોટ છપાતી દેખાણી એને એ ધંધો કરી લીધો,(જોકે પહેલા આભળ છેટ રાખતા હતા,બીજી સમાજનું કામ કરવામાં શરમ અનુભવાતી હતી માટે.)ઓન આર્ય અને મુઘલો જેવા લોકોને લોકોનો ધર્મ જ છીંવાયગયો.
Dp,"પ્રતીક"