જોઈ શક્યું ના દુનિયા જે,
શુ સંદેશો આપશે ઈશ્વરને,
તું કહેતો હતો માનવી જેને
એતો તહીં કસાઈ છે.
વાહ! માનવ શુ તારી ઊંચાઈ છે?
એક હાથણી ભૂખ મીટાવા
બારણે તારા આઈ છે,
મોત મુખમાં લઈને,
આંગણેથી એ વિદાઇ છે,
વાહ! માનવ શુ તારી માણસાઈ છે?
મુખ બળતરથી બળી રહ્યું છતાં,
ન કોઈ તબાહી મચાઈ છે,
માણસ થયો જાનવર જેવો,
જાનવરે માણસાઈ દેખાઈ છે,
વાહ! માનવ તારી જાત શુ પીછાઈ છે?
ચોવીસ પહર જળે રહીને,
બુંદ પાણી ના પીવાઈ છે ,
શું વાંક એ ભ્રુણ નો જેને,
જન્મ પહેલાં જાન ગવાઈ છે.
વાહ! માનવ તે શુ નીચતા દેખાઈ છે?
ઈશ્વર મારી તને દુહાઈ છે,
ખુદા તારામાં જો ખુદાઈ છે,
એને મોત પણ બેમોત આપજે
જેને ઘટના આ ઘટાઈ છે.
એવી માર થાપ પ્રભુ કે સમજે,
ઈશ્વરથી મોટી ન કોઈ કલાઈ છે.
વાહ! કેરળ તારી શુ ? પઢાઈ છે ?
દિગ ચરોતરી...
૦૪/૦૬/૨૦૨૦
#હાથણી
#કેરળ
#હત્યા