આકરા તાપમાં તપી જ્યારે ધરા હતી ઘવાતી,
વેદના જોઈ ત્યારે આભની અકળામણ હતી વધતી..
શાતા આપી એની સાદગીને સુશોભિત હતી કરવી,
તેથીજ હળવા ફોરાં સાથે એના સ્નેહની વર્ષા હતી થતી..
yakshita
માનવીની નિર્દયતા જ્યારે ધરા પર હતી વધતી જતી,
દુકાળ કે અતિવૃષ્ટિ સ્વરૂપે આભની વ્યથા ત્યારે ઠલવાતી..
#સુશોભન