#સુશોભન
જે ઘરમાં,
પ્રેમ પૂર્વક આદર અપાતો હોય,
સત્કર્મો થતા હોય,
પગ મૂકીએ ત્યા પ્રેમ ની અનુભૂતિ થતી હોય,
પગ મૂકતા જ હ્રદય માં ટાઢક વળતી હોય,
જ્યા વારંવાર જવાનું મન થતું હોય,
જ્યા સદાય હસતા મોઢે દરેક નો,
પછી એનો હોદ્દો, સ્થાન, પૈસા, પ્રતિષ્ઠા,
જોયા વગર એક્ સરખો આદર થતો હોય,
એ ઘર
ભલેને સાધારણ લાગતું હોય પણ ત્યા,
પવિત્રતા દ્વારા સુશોભન થયેલું હોય છે.
એને પછી બીજા કોઈ સુશોભન ની શું જરૂર?!!