ગુલાબ
એ મારી લાગણીઓનુ મોકાણ હતું,
એની સુગંધમાં સ્મિત બહોળું હતું,
એની પાંખડીઓની રતાશમાં ને,
એની સુંદરતાની નજાકતમાં,
કઈ કહેવાપણું ક્યાં હતું?
માત્ર પ્રેમના પ્રતીક બની,
એને તો અર્પણ પોતાને કર્યું,
એને આપવાની ચેષ્ટા મારી,
ભૂલ હતી એમાં મારી,
એને કચડવાની ભૂલમાં,
ગુનેગાર હું બનીશ!
લાગણીઓતો કચડી નાખી,
તારી એ સુંદરતાએ,
તને કહેવું હતું તો મને કહે,
સજા આપવી એ તારે હતી,
હું હાજર હોત એક ઈશારે,
પણ એને ક્યાં દંડયુ પ્રિયે?
એ તો માત્ર એક ગુલાબ હતું,
કંટાળી કેડીએ ઉછરી આવેલ,
તારા નસીબમાં પ્રેમ લઇને,
સુવાસ ફેલાવવાની ઈચ્છાએ,
મારા સ્વાર્થનું સાધન બનીને!
નિસ્વાર્થ એ પુષ્પને,
કચડાઈને ઇનામ પ્રેમનું મળ્યું!