કેમ કરી વિસરું તને !
કેમ કરી વિસરું તને હો શામળિયા...
હો શામળિયા..
તારા વિના સૂની યાદો રે સૂના સૂના હૈયે કેમ રે સમાય...
કેમ રે સમાય...
તું જ મારો નાવિક ને તું જ મારો દરિયાપાર...
તું મારો સંસાર ને તું જ મારો બેડાપાર...
કેમ કરી વિસરું તને હો શામળિયા...
હો શામળિયા..
હૈયું મારું ખુદને વિસરે, ભલે રે વિસરે ખુદને
તું રે કેમ વિસરાય, કેમ રે વિસરાય હો શામળિયા...
ભલે ને મરણ આવે લાખય, ના રે વિસરાય જનમોજનમની પ્રીત નાં રે વિસરાય...
હો શામળિયા...તું ના વિસરાય ...