જરૂરી નથી..
દીદાર તારા ચહેરાનો ઇશ્કમાં એથી વધુ કંઈ જરૂરી નથી,
એક ચા ને બીજી તારી મહોબત પછી કોઈ ઉધારી નથી.
હજુય એટલો વ્યવહાર રાખ્યો કે રોજ જોઈ શકું એને,
મતલબ એનો એ પણ નથી કે મહોબતમાં દુરી નથી.
અને મારી પ્રિય આંખો કળવામાં આજેય થાપ ખાવ છું,
પલકો નીચે છુપાયેલી તીતલીઓ એટલીય ભૂરી નથી.
પછી આવો કદીક છનછનતા પગ લઈ આંગણ સુધી ,
આ દિલ છે મારુ, કંઈ ઘાયલ થવાય એવી છુરી નથી.
ઇઝહાર ના કર્યાનો અફસોસ મને આજીવન રહેશે જ,
ખાવ કસમ, તમારી પણ પહેલમાં કોઈ મજબૂરી નતી?
ઈશ્વરને મન મૂર્તિ, મારે મન બહાર ધબકતું હૃદય મારુ,
તારા વિના જિંદગી શુ ? ગઝલ પણ મારી પુરી નથી.
દિગ ચરોતરી.