મંદબુદ્ધિ માટે આજે એક ગામડામાં પ્રચલિત ટૂંકી લોકકથા,
મહિજી ગામમાં તેની મા અને વહું સાથે રહે છે , વર્ષો પછી પણ તેને કોઈ સંતાન નથી, ખાધે પીધે માહિજીનું ઘર સુખી કેવાય રોજ વાલોણા થાય ઘરે , દૂધ ,દહીં , માખણ, ઘી, રેલમ - છેલ ચાલે,
આજુ બાજુ ના ઘરની વહુઓ મહિજીની ના ઘરે છાસ લેવા આવે, પોતાને સંતાન નથી એ વાતે દુઃખી મહિજીની વહું પોતાના પડોશનને છાસ ભેગું માખણ પણ જવા દે એમ વિચારીને કે મારે ક્યાં કોઈ ખનાર છે, તેના છોકરા ખાશે તો રાજી થશે,
આ રોજનું થયું એટલે એક પડોશન તેની સાસુને આવીને કહ્યું કે બા માહિજીની વહુ થોડી મંદબુદ્ધિ છે, ગાંડી છે, હું રોજ છાસ લેવા આવું તયારે છાસ ભેગું લોચો માખણ પણ આવી જાય છે.
આ વાત સાસુ એ મહિજીની વહુને સમજાવતા કહ્યું કે,બેટા
"છાસમાં માખણ જાય ને વહુ ગાંડી થાય", તારો મનનો ભાવ હું જાણું છું, પણ આ પડોશન તને ગાંડી ગણે છે, ત્યાંરથી ગામડે કહેવત છે કે ,છાસમાં માખણ જાય ને વહુ ગાંડી થાય,
હવે આમ મંદબુદ્ધિ કોણ વહુ કે પડોસણ?
#મંદબુદ્ધિ