ચાલ ગરબડ જરા ગ્રંથોમાં કરી લઈએ,
રામાયણમાં રહીમ ને કુરાનમાં કૃષ્ણ લખી જોઈએ !
ફર્ક શું પડશે ? એમાં એની મહાનતાનો...
અદલાબદલી ઉપરવાળાની કરી જોઈએ !
અઝાન પછી મંદિરે ને દેવળે દેવાય,
ને મસ્જિદમાં આરતી અલ્લાહની કરી જોઈએ !
મૂર્તિ આગળ મહોમ્મદની પછી,
થોડા ચાલીસા પયગંબરના કરી જોઈએ !
શયન- મંગળા મસ્જિદને સોંપી,
નમાઝ કૃષ્ણના નામની પઢી જોઈએ !
જ્યાં ન હોય કોઈ બંધન ને ફતવા,
ચાલને એવો કોઈ ધર્મ જીવી લઈએ !
~નીલેશ કદાવલા