હું જગ થી થાકેલી છું
મને વિસામો દે ને કાન્હા
હું મંઝિલ વગર ના રસ્તે
ભટકી રહી છું
મારી મંઝિલ બની
જા ને કાન્હા
હું આકુળ વ્યાકુળ થઈ
તને પુકારી રહી છું
તું પણ મને અવાજ
ને મારા કાન્હા
હું પાનખર નો સામનો
કરી રહી છું હવે
તો મને વસંત નો આભાસ
કરાય ને મારા કાન્હા