શબ્દ સાથે સહજ સંકળાય છે અર્થ.
ઉપયોજને આખરે બદલાય છે અર્થ.
એક જ શબ્દના વધુ હોઈ શકે કેટલા!
ઉચ્ચાર સંગાથે એ સમજાય છે અર્થ.
સમયોચિત હોય છે અર્થઘટન થનારું,
વાક્ય પ્રયોજન થકી ઉકેલાય છે અર્થ.
નથી ભિન્ન કદી શબ્દ અને એનો અર્થ,
બીંબ પ્રતિબિંબ સમ અનુસરાય છે અર્થ.
સરજાય છે રામાયણ કે મહાભારતને,
સત્વ સંગે હરહંમેશ પૂજાય છે અર્થ.
ચૈતન્ય જોષી ' દીપક ' પોરબંદર .
#જોવા માટે ક્લિક કરો