આથી પુસ્તકો અથવા અભ્યાસમાં મારુ માનવુ એવું છે કે સૌથી પેહલા કોઈ પણ મોટા ફકરાની નાની લાઇનને પંસદગી કરીને તેને શાંત વાતાવરણમાં અને ધીરેથી એક એક શબ્દના ઉચ્ચારણ સાથે શાંતિથી વાંચવામાં આવે તો તે શબ્દના સાચાં સારને સાચી રીતે સમજી શકાય છે અને તે મનમાં તરતજ ઉતરી જાય છે. કોઈ પણ પુસ્તકો પણ આવીજ રીતે વાંચીયે તો જ તે તેનો સાચો આનંદ અને વાંચનના અથૅને સમજી શકાય છે અને પુસ્તકો વાંચવામા અત્યંત રુચિ જન્મે છે.
મનોજ નાવડીયા