દોટ રે મેલવા યૌવનમાં મુને ન કોઈનો સાથ જોઈએ,
પગુ પગું ચાલવા બૂઢાપે ન ખપે હાથાળી લાકડી,
ખડો ખમીરથી રેવા નાજુક ને નમણો હાથ જોઈએ.
વાતું મારી વ્યર્થ જો લાગે,ખાલી હોંકારો તું દેજે,
છપ્પન ભોગે ના ભટકું, પરાણે એક કોળિયો તું દેજે.
હવે હાથ પાવ થયાં કમજોર,
કરણે પડે નહીં કોઈ શોર બકોર.
ભૂતના વિચારો નો ચાલે દોર,
ઘેરાયા કાળ તણા વાદળ ઘનઘોર.
આંખ્યું ભાળે ચારે દિશામાં અંધારું,
પળ પળ માં મનને લાગે રે નઠારું.
તનડાં માં લાગતો નથી રે પ્રાણ,
રખે વાયુ વેગે દરીયે તરતું રે વાણ.
હૈયું મારું વિચારોના ચગદોડે ચડે,
મુખડા સૌ સંભારી રુદિયુ મારું રડે.
રાતદિન સ્મૃતિઓમાં રે ગુઝરે,
ભલું ભએ અન્યનું એ ભાવ સ્ફુરે.
અંધારી રાતડીએ આંખ ના મિચાય,
પુનના પોટલા કેટલા રે સિંચાય.
કંઇક કર્યા કે ના કર્યા નો અફસોસ થાય છે,
એક ક્ષણ આનંદ તો બીજીએ રોષ થાય છે.
બુઢ્ઢાપા ને મારા બાળપણ માની સહી લેજે,
ગુસ્સો કરજે થાક જો તું,ને પાછો પ્રેમથી કહી દેજે.
સાવન લૈયા અને હિમાંશુ લૈયા