Gujarati Quote in Motivational by મોહનભાઈ આનંદ

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ માનવજીવન છે.એ બધા જાણે છે.અમૂલ્ય છે.દેવતાઓ માટે પણ દુર્લભ છે. કર્મ નો અધિકાર છે.ચૌદ લોક માં પૃથ્વી મધ્ય સ્થાને છે. શામાટે ?અહીં થી કર્મ કરી ઉર્ધ્વગામી કે અધોગામી થવાય છે.કર્મની ગતિ ગહન છે.


સંચિત કર્મો ના સંસ્કાર ભેગા થયા છે, પ્રારબ્ધ મુઠ્ઠી ભર
તેમાં થી મળી જાય,,તે તમારી નિયતિ કે નિર્વાહ છે.ઈશ્વરેજન્મ પહેલાં અને મૃત્યુ પછી ની વ્યવસ્થા કરેલી છે.માનવે સદગુણો ગ્રહણ કરી, પ્રાકૃતિક જીવન જીવવાનું છે.તો સુખ શાંતિ સમૃદ્ધિ સહજ રીતે મળી જાય છે.

પ્રાકૃતિક ગુણોથી ભરપૂર જીવન જીવાય તો કોઈ જીવ દુઃખી થાય જ નહીં એવી ઈશ્વરે વ્યવસ્થા કરી છે.પ્રથમ ગુણ ત્યાગ નો છે. પરમાત્મા એ પહેલો અમલ કર્યો છે. પોતાની શક્તિ નો ત્યાગ કી ત્રણ ગુણો વાળી પ્રકૃતિ બનાવી છે.માતા સંતાન માટે ત્યાગ કરે છે.પિતા તમારા નિર્વાહ માટે અને ગુરુ જ્ઞાન , તથા
માલિકો વેતન દ્વારા ત્યાગ કરે છે. સતત મહાત્મા તપશ્ચર્યા ના ફળનો આશિર્વાદ રૂપે ત્યાગ કરે છે.

તમારે ત્યાગ કરવો જ પડશે. ત્યાગ વગર સૃષ્ટિ નું ચક્ર ચાલે જ નહીં.વ્યાપાર ઉદ્યોગ બધું જ ત્યાગ ના ગુણ પર આધારિત છે
માટે જે પ્રાકૃતિક નિયમ અનુસાર યથાયોગ્ય ત્યાગ કરેછે ,તે
સુખી અને સમૃદ્ધ બને છે. બધા કહે છે જગત બદલાઈ ગયું
છે એ વાત ખોટી છે માણસની નિયત બદલાઈ ગઈ છે.એ લુચ્ચાઈ, સ્વાર્થ અને લોભ ને વશ થઈ સંગ્રહ કરવા લાગ્યો છે
અને  ત્યાં અટકી જાય તો ઠીક છે. બીજા ના હક્ક છીનવી ને
ભ્રષ્ટાચાર કરે છે. તેથી સૃષ્ટિ માં વિષમતા સર્જાય છે.ત્યા અમીર ગરીબ. ઊંચનીચના ભેદભાવ સર્જાય છે.અને સામાજિક આર્થિક વ્યવસ્થા ખોરવાઈ જાય છે.

પોતાને બુદ્ધિજીવી માનતો માનવ સ્વાર્થવશ મુર્ખ ઠરે છે, મૃત્યુ ના એક ઝાટકે બધું અહીં છૂટી જાય છે, ધન ,યૌવન , વગેરે
ચાલ્યું જાય છે,એ જોઈને પણ બીજા ચેતતા નથી એ મોટું આશ્ચર્ય છે. કુટુંબ, સમાજ અને દેશ ની સાચી સેવા ત્યાગ માં છે.સંગ્રહ માં નહીં.

આજે લૂંટફાટ, ચોરી, લોન લીધી ને વિદેશોમાં ભાગી જવું
સરકાર પાસે લીધેલા નાણાં ભરપાઇ ન કરવા અનૈતિકતા છે.
આજે બધા દેશસેવા ના નામે ચૂંટણીમાં જીત્યા, પછી કરોડપતિ અરબપતિ બની જાય છે. પછી પરિણામ કેવાં આવે તે આપણી નજર સમક્ષ છે જ્.

જીવનની  આ વાસ્તવિકતા છે. સમાજ પીડાય છે.પણ
ધર્મ ધુરંધરો, ગાદીપતિ ઓ, કહેવાતા સામાજિક રાજનીતિજ્ઞો
ના પેટનું પાણી હાલતું નથી. કારણ તો બધાને ખબર છે જ.
જીવન ક્ષણિક છે, આયુષ્ય શ્વાસોનુ છે, તમારે કેવા કર્મ કરવા
તમે સ્વતંત્ર છો. પરંતુ યાદ રાખો, પ્રકૃતિ માં ન્યાય છે. તમારા કર્મબીજ જમા થઈ નોંધ લેવાય છે. તેનું સારું નરસું ફળ ભોગવવા તૈયાર રહેવાનું છે.

શ્રી કૃષ્ણ ભગવાન ગીતા ઉપદેશ માં કહેછે;

ना दत्ते कश्चितम् पापं न च एवं पूण्यम विभू:
अज्ञानेना वृतं ज्ञानम्, ते न मुह्यन्ति जन्तवा: ।।

ભગવાન કોઈ નું પૂણ્ય કે પાપ લેતા નથી, અજ્ઞાનતા માં જ્ઞાન ઢંકાઈ ગયું છે, માટે માનવ( જંતુ) મોહ પામે છે.

બધાનું કલ્યાણ થાય, એવી મંગલમય ભાવના ને પ્રાર્થના
ૐ તત્ સત્...ૐ આનંદ ૐ દિવ્યતા 😃😃😃😃...

Gujarati Motivational by મોહનભાઈ આનંદ : 111446403
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now