સૂર્યનાં કિરણો ધરતી પર પડતાં જ રાત્રિનો અંધકાર દૂર થઈને બધે પ્રકાશ ફેલાઇ જાય છે તેમ એક વ્યક્તિને પણ કોઈ યોગ્ય માર્ગદર્શક મળતા એનાં અજ્ઞાનનો અંધકાર દૂર થઈને જ્ઞાનરૂપી પ્રકાશ મળે છે. આપણા ભારતનાં શૂરવીરોની શૌર્યગાથાઓ અને ગ્રંથોમાંથી મળતું જ્ઞાન હંમેશા આપણાં પથ પર પ્રકાશ પાડતાં જ રહ્યાં છે.
આપણને આગળ વધવામાં સૌથી વધુ મદદરૂપ બને છે આપણી અંતરાત્માનો પ્રકાશ. એમ પણ આપણી આત્માને જ્યોતિપુંજ જ કહેવાય છે ને! કોઈ વ્યક્તિ પોતાની જિંદગીથી હારી ગઈ હોય તો તેને પણ યોગ્ય હિંમત આપી એનાં પથ પર પ્રકાશ પાથરી શકીએ છીએ.
#પ્રકાશ