દરેક વ્યક્તિનું જીવન સંઘર્ષથી ભરેલું જ હોય છે.
સંઘર્ષ વગરનું જીવન કદાચ શક્ય જ નથી. એ સંઘર્ષમાંથી પસાર થઈ સુખરૂપ જિંદગી જીવવી તે જ જીવનની સાચી મજા અને કામયાબી છે. સંઘર્ષ જ માણસને બુધ્ધિશાળી અને બળવાન બનાવે છે. અને એ સંઘર્ષમાંથી પસાર થયા પછીની કામયાબીની મજા જ કંઇક ઓર હોય છે.
સંઘર્ષનો બીજો શબ્દ હું કહું તો તે 'ચેલેન્જ' છે. દરેક માણસને ચેલેન્જ સ્વીકારવી ગમે છે. અને તે ચેલેન્જને પડકાર આપી, તેની પરીક્ષામાંથી પાસ થઈ જે સ્ટેબલ, સુખરૂપ જિંદગી જીવી શકે તે જ સાચો અને મહાન માણસ છે.
દરેક માણસની ઇચ્છા કંઇક ને કંઇક નવું કરી બતાવવાની હોય છે અને આ નવું કરી બતાવવાની ઇચ્છા એટલે જ સંઘર્ષ....
જો જીવનમાં કોઈ સંઘર્ષ જ ન હોય તો તે જીવન જીવવાનો કોઈ મતલબ જ રહેતો નથી. મનુષ્યનું જીવન દરિયા સમાન છે અને તે દરિયો ક્યારે તોફાને ચઢશે તે નક્કી નથી પણ આ અણધાર્યા સંઘર્ષરૂપી દરિયાને કેવી નાવમાં બેસીને, કેવાં પ્રકારના હલેસા લગાવી કઈ રીતે પેલે પાર ઉતારવી તે મહત્વનું છે.
- જસ્મીન