શીખ યોગી શીખ...!!!
જરૂર પ્રમાણે તું જીવતાં શીખ,
ને દરેક પળે તું હસતાંય શીખ.
ક્યારેક એકલો રહી એકલતા શીખ,
ને બધાં ની સાથે તું ભળતાય શીખ.
વિશ્વમાં બધે તું વિહરતા શીખ,
ને અંતર અંદર તું ફરતાંય શીખ.
દર્દ બીજા નું તું હરતાં શીખ,
ખુશી બધામાં તું વહેંચતાય શીખ.
ઠોકરો ખાતાં તું પડતાં શીખ,
ઉભો થઇ આગળ વધતાય શીખ.
પ્રયત્નો શીખ તું સફળતા શીખ,
સફળતાનાં પથ ને તું માણતાય શીખ.
સુર્ય થઈ સવારે તું ઉગતા શીખ,
સમી સાંજે તું આથમતાય શીખ.
ચાંદ ની પાસે તું શીતળતા શીખ,
સાથે સાથે વધતાં ઘટતાંય શીખ.
તારલાં ની જેમ તું ચમકતાં શીખ,
ઇચ્છાપૂરી કર બધાંની તું ખરતાંય શીખ.
બધાં ની વચ્ચે સહજ તું વસતાં શીખ,
જરૂર ના હોય ત્યાંથી તું ખસતાંય શીખ.
એમજ મરવાનું ને ભુલાઈ જવાનું,
યાદ રહે 'યોગી', એમ તું મરતાંય શીખ.
શીખ યોગી શીખ...!!!
- યોગેશ બી. ઠક્કર 😊
#શીખો