❣️બાળપણ❣️
બાળપણ તું
આલેખી ન શકાય એવી ક્ષણ હતી...
બાળપણમાં પતંગ ચગાવવાનો
બહુ શોખ પતંગ ચલાવતાં આવડે નહી.. એટલી સમજ પડે પવન આવે
એવોજ પતંગ પવનના હવાલે
કરી દેતી એટલે જાય છેક
સૂર્યને આંબવા..
પવન ન હોય તો તો ઠુમકા
મારી મારીને થાકી જવાય તોયે
પતંગ અધ્ધર થાય નહી ને
પતંગ ફાટી જાય..
બા પાસે હું પહોંચી જતી..
એક બા જ હતાં, જે કાયમ મને
સાંભળતાં..
હું દોડતી બાને જઈને કહેતી, "બા એ બા જો મારો પતંગ ફાટી ગયો!!"
મારો રડમસ ચ્હેરો ઘડીભર જોઈને બા કહેતી, "અરે મારું દીકરુ એક પતંગ ફાટી જવાથી આટલું બધું ઉદાસ થઈ ગયું.."
જોને પતંગ ચગતો જ નથી.. મને સાંધી દે ને !!"
બા તરત મને કહેતી, "લાય ગુંદર પટ્ટી,
અબસાત સાંધી આપું" ને બા થુંક લગાવી
પટ્ટી મારી દેતાં..
હવે તો નથી પતંગ..
કે નથી એવું ખુલ્લું આકાશ..
કે નથી રખડપટ્ટી..
કે નથી ખેલકુદ..
કે નથી એ માસૂમિયત..
કે નથી મારી બા..
બસ છે ખાલી એ બાળપણની યાદો. .
ઘણું બધું ફાટી ગયું જીવનમાંયે..
પણ એવી ક્યાંય નથી મળતી ગુંદર પટ્ટી..
કે આ જીવનનેય સાંધી શકાય..
કે નથી એ બા..
નથી એ બાળપણ..
બસ અનુભવીના અનુભવો
અનુભવાય, રુહાના.. એવી
ક્ષણિક ક્ષણો રહી ગઈ છે..
-આરતીસોની © રુહાના
અમદાવાદ...
#પતંગ