જગત ગયું સાવ ભૂલાઈ વિચારોના વંટોળમાં.
નિજત્વ ગયું કૈં સમજાઈ વિચારોના વંટોળમાં.
મનન, મંથનને વિચાર વલોણું મથ્યા કરનારું,
આવ્યું અમી કૈં ઊભરાઈ વિચારોના વંટોળમાં.
થયો અહેસાસ સત્યનો સહજ મનોમંથનમાં,
દિલ નિજાનંદે રે હરખાઈ વિચારોના વંટોળમાં.
ભૂલાઈ આસપાસની દુનિયા હતી જે હકીકત,
આતમ જ્યોત ગૈ પ્રગટાઈ વિચારોના વંટોળમાં.
નશ્વરતા દેહને દુનિયાની થૈ દ્રષ્ટિગોચર સંમુખ,
સમસ્યા કેટલી સુલઝાઈ વિચારોના વંટોળમાં .
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.