વિદેશ માં ફસાયેલા ભારતીયો ને તમે વિમાન માં લાવ્યા
એ લોકો જે દેશ માં રહે એ દેશ ને ટેક્સ ચૂકવે
એ દેશ નો વિકાસ કરે
ભારત માટે કોઈ યોગદાન નહિ
એ સામે
આપણા દેશ નો ગરીબ બીજા રાજ્યો માં કામ કરે મજૂરી કરે
દેશ નું નિર્માણ કરે ,નાના માં નાનું કામ કરે એ લોકો માટે આવી વ્યવસ્થા?
કારણ શું એ ગરીબ છે એટલે ?
એ લોકો ને ડંડા મારવામાં આવે
કાળાબજાર દ્વારા હજારો રૂપિયા લઇ લેવામાં આવે
છતાં એ પોતાના ગામ જઈ શકે નહિ
ખાવાનું મળી શકે નહિ
એ લોકો એક રાજ્ય માંથી બીજા રાજ્ય માં જાય તો બોર્ડર સીલ કરવામાં આવે
આ કેવી માણસાઈ ?
પુસ્તકો માં વાંચેલું
ભારત તો ખેડૂતો નો દેશ છે
ગરીબો નું અહીંયા રક્ષણ થાય છે
દરેક ને ન્યાય મળે છે
જો પોતાના ઘરે જવા માટે ભીખ મંગાવી પડે તો આ લોકશાહી નથી.