Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મૃત્યુને મંગલમય બનાવવા શ્રી શુકદેવજી મહારાજે દર્શાવ્યો છે આ ઉપાય

મૃત્યુને મંગલમય બનાવવાનો ઉપાય બતાવતાં શ્રી શુકદેવજી મહારાજ કહે છે કેઃ

“મૃત્યુનો સમય આવતાં મનુષ્‍યએ ગભરાવવું જોઇએ નહી. તેમને વૈરાગ્યનાં શસ્ત્રથી શરીર અને તેનાથી સબંધ રાખવાવાળાઓના પ્રત્યે મમતા તોડી નાખવી. સદગુરુએ બ્રહ્મજ્ઞાનની સાથે જ પ્રદાન કરેલ ગુરુમંત્રનું નિરંતર સુમિરણ કરવું. પ્રાણવાયુને વશમાં કરીને મનનું દમન કરવું અને એક ક્ષણના માટે ૫ણ પ્રભુના નામ સુમિરણને ન ભૂલવું.
બુદ્ધિની સહાયતાથી મન દ્વારા ઇન્દ્રિયોને તેમના વિષયો તરફથી હટાવી લેવી અને કર્મની વાસનાઓથી ચંચળ બનેલા મનને વિચારોના દ્વારા રોકીને પ્રભુ ૫રમાત્માનું ધ્યાન કરવું.આમ ધ્યાન કરતાં કરતાં વિષય વાસનાથી રહિત મનને પૂર્ણ રૂ૫થી ભગવાનમાં એવું તલ્લીન કરી દેવું કે ૫છી અન્ય વિષયનું ચિન્તન જ ના થાય.”

મનુષ્‍ય પ્રત્યેક ક્ષણે ભગવાનનું સુમિરણ કરે.એક ક્ષણ ૫ણ ખાલી જવા ન દે, કેમ કે અંતકાળની ખબર નથી કે એ ક્યારે આવી જશે. વાસ્તવમાં પ્રત્યેક ક્ષણ અંતકાળ જ છે. એવું કાંઇ નક્કી નથી કે આટલાં વર્ષો, આટલા મહિના અને આટલા દિવસો બાદ મૃત્યુ થશે. મૃત્યુની ગતિ હરઘડી ચાલી જ રહી છે, આથી પ્રત્યેક ક્ષણે ભગવાનને યાદ કરવા જોઇએ અને એમ સમજવું જોઇએ કે બસ આ જ અંતકાળ છે.

કોઇપણ બીમાર મરણાસન્ન વ્યક્તિ હોય તો તેના ઇષ્‍ટનું ચિત્ર કે મૂર્તિ તેની સામે રાખવાં જોઇએ. જેવી જેની ઉપાસના હોય અને જે ભગવાનમાં તેની રુચિ હોય, જેનો એ જપ કરતો હોય એ જ ભગવાનનું નામ તેને સંભળાવવું જોઇએ. જે સ્વરૂ૫માં તેની શ્રદ્ધા અને વિશ્વાસ હોય તેની યાદ અપાવવી જોઇએ.

જો તે બેહોશ થઇ જાય તો તેની પાસે ભગવાનના નામનું જ૫ કીર્તન કરવું જોઇએ, જેથી તે મરણાસન્ન વ્યક્તિની સામે ભગવત્સબંધી વાયુમંડળ બનેલું રહે. ભગવત્સબંધી વાયુમંડળ રહેવાથી ત્યાં યમરાજના દૂતો આવી શકતા નથી. ફક્ત ભગવાનને જ યાદ કરતાં કરતાં શરીર છુટી જાય છે અને તેને ભગવાનની પ્રાપ્‍તિ થઇ જાય છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111439322
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now