Gujarati Quote in Poem by Àtul Patel

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

,,😍🦁🐯💐કોણ 🌸🌸🌸🌸

વાદળની પાછળ ઝબકે છે કોણ ?
પાંપણની પળમાં દમકે છે કોણ ?

ઈશ્વરનું ઘર કાશી- કાબા હોય !
તો ભીતર દિલમાં ધબકે છે કોણ?

પુષ્પોના દળને જોયા ફંફોશી !
ઝાકળ-પી ખુશ્બૂ છલકે છે કોણ ?

છિપલામાં ઉતરી મોતીડા આપે,
આભેથી એવું ટપકે છે કોણ ?

પર્ણોની ખનખનને કલરવ વચ્ચે,
કોયલના કંઠે રણકે છે કોણ ?

મારી સામે મારા જેવો લાગે !!
યાર, અરીસામાં ફરકે છે કોણ ?

અતુલ પટેલ.

Gujarati Poem by Àtul Patel : 111438975
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now