રીલેશન
જેમાં પ્રવેશ લીધા પછી કદી ન મળે વેકેશન
પહેલા જ દિવસથી જાત પાસે માંગે એટેન્શન
ને પછી તો શરુ થઈ જાય ટેન્શન
ઓહ! ગોડ! કેટલું બધું આપે છે લેશન?! આ રીલેશન !
અરે એક પણ રજા નહી!, રોજે રોજનું નવું લેશન!
અને એ પણ સિલેબસ બહારનું લેશન!
વળી જરા અમથી ચૂક પર કરવું જ પડે રીપીટ લેશન!!!
ને ગુલ્લી મારો તો ? ના બાપા ના, ભારે મોંઘા પડી જાય રીલેશન
ચાહવા છતાં સકંજામાંથી છટકવા જ નથી દેતા રીલેશન
બધા જ ચેપ્ટરને ન્યાય આપવામાં થકવી મૂકે છે રીલેશન
કદાચિત એટલે જ કંટાળીને ત્યજી દેવાતા હશે રીલેશન
ઓહ રીલેશન!
કેવું છે તારું આ વ્યસન ?