મારું અહીં હોવું, એક ખ્વાબ છે,
ખુલી આંખે સ્વપ્ન, લાજવાબ છે;
સરકતાં રહ્યા છે, પડછાયા, પ્રકૃતિમાં,
પરિવર્તન બધા સવાલનો જવાબ છે;
રોકી શકાય છે ક્યાં ઈચ્છાનાં ઝરણાં,
દિલના સાગર માં, સંસારી આબ છે;
બાખૂબી જીવ્યા , પોતાની જાતને ભૂલી,
અહંકાર માં શણગારી, કેવો રૂઆબ છે;
આનંદ માં હોવું છે, દોહ્યલું હવે દુનિયા,
ઝાંઝવા જેવો ઝાકમઝોળ,એ નકાબ છે