ખરેખર અચાનક , મળી જાય, જોએ
પછી તો મળી ને. ,ભળી જાય જોએ;
મટી જાય દીવા સપનો હકીકત બનીને,
જગત થાય તેજોમય ઝળહળી જોએ;
વખત ની એ વાતો, વખતમાં જ શોભે,
તરાજુ માં તોલી, ને હળી મળી જોએ
જુઠા નું જગત છે ને,. જુઠી છે માયા,
હકીકત માં હકથી , ટળવળી જોએ;
તૂટે તાર મનનો, કદી જોડી ના શકે એ,
એ આનંદ દિલમાં ખળભળી તો જોએ;