મેં અમસ્તા જ પૂછ્યું હદય ને કે મીઠાશ શુ છે
કે હૃદય કહયુ પહેલા અંતરના દ્વાર ઉઘાડી તો જો
માં ના હાથે બનેલ રોટલીને સ્વાદ બનાવી તો જો
જવાનને સરહદ પર ગામની યાદ પણ મીઠી લાગે
બસ તું એને ધરતી માં તેનું ગામ બતાડી ટી જો
આંખો ને ના પૂછતો મીઠાશ વિશે
ખુશી ભર્યા આંસુને જીભે અડાડી તો જો
મિત્ર સાથે ખભો મીલાવી તો જો
લાગણીઓ ના બાંધેલા પુર ને
તારા મન ની બહાર વહાવી તો જો
અને કોણ કહે છે મીઠાશ ખાલી પ્રેમ માં હોય
તું દરેક સંબંધને યોગ્ય સ્થાને પહોંચાડી તો જો
કાંટા ને કયાં જાણ મીઠાસ ની
ગુલાબની કડી ને પંપાળી તો જો
બાગો ને હૃદય માં ઉતારી તો જો
નદીઓ નું નીર તો મીઠું જ છે
પણ દરિયાની મીઠાશ વિશે જાણી તો જો
તું પણ કહીશ કે કઈ રીતે અને હું પણ કહી દઉં
પહેલા કિનારાના પથ્થરો અને દરિયાના મોંજાનો સંવાદ સાંભળી તો જો
તું પણ છે મધ જેવો પણ પહેલા
સાકરના ગુણને અજમાવી તો જો
ભલે લાગે તને કે મીઠાશ કેરી માં છે
તું આંબા ને એકવાર મન માં ઉગાડી તો જો
તું ભલે અન્નને માને મીઠું અને સત્ય જ છે
પણ ખેડૂતના આંગણે આવેલ વરસાદ ને માણી તો જો
બધે મીઠાસ છે પણ બધી મીઠાશ ની
હોય શરૂઆત કે અંત બસ તારું મન છે
અને હજુ લખેત પણ મીઠાશ હંમેશા
જાણવા કરતા માંણવી જરૂરી છે