*પારસી ગઝલ ની મજા જ કંઈક અલગ..*
તુને ડીલ આઈપૂ, ને આ હાલટ ઠઈ
અવે ડીલ ની લાગે ટો મેં હું કરું?
પખોં ની ચાલે ને એસી પણ ની ચાલે
અવે ટાપ બો લાગે ટો મેં હું કરું?
મને થાય કે ટારી આખોં માં ડુબી જાવ,
પન તું ચહમા પેરી આવે તો મેં હું કરું?
ટું માંગટે તો ચાંડ-ટારા ટોરી લાવટે,
પન ટું બપ્પોરે માંગે ટો મેં હું કરું?