વંદન કરું છું, મન ભાવના થી ભરું છું,
નમું છું સ્નેહ સ્વરૂપ ને, આનંદ કરું છું;
અહોભાવથી નીરખી, સૌંદર્ય તમારું,
કલ્પના ને સત્યમાં ,અવતરિત કરું છું;
ભાવનિઝર વહેતા ખળખળ ઝરણાં માં,
અમી રસ માધુર્ય, ઉર આનંદ ભરું છું;
સ્વૈરવિહારી મનનો , કાન પકડી જરાક,
વૃત્તિઓ હટાવી, મન નિર્મળતા ભરુ છું;
લય વિલય પ્રલય, થાય છે પ્રકૃતિમાં સદા,
આનંદ ચૈતન્ય પ્રસાદ, ચેતનામાં ભરું છું;