અંતર્મૂખ છું મારી લાગણીઓના પ્રદર્શનમાં,
અંતર્મૂખ છું કોઈના જીવનમાં ડોકિયું કરવાની બાબતમાં,
અંતર્મૂખ છું મારા કરેલા કામોની જાહેરાત કરવામાં,
અંતર્મૂખ છું કોઈની સાથે સંબંધ બાંધવાની પહેલ કરવામાં,
અંતર્મૂખ છું કરેલી મદદને યાદ અપાવવામાં,
અંતર્મૂખ છું કોઈ પણ જાતના પ્રદર્શનમાં,
હે પ્રભુ! તુ તો જાણે જ છે હું તો અંતર્મૂખ છું તારી પાસે કંઇ માંગવાની બાબતમાં પણ. બસ તુ જાતે જ સમજી લે મારા અંતરની માંગણીને.
#અંતર્મુખ