Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Samudra Shastra: Palmistry About Rajyog In Your Palm

હથેળીના આવા ચિન્હો+ યોગોનો સંકેત છે, વ્યક્તિની કિસ્મતમાં હશે રાજયોગ !

જયોગ અર્થાત્ બધી સુખ-સુવિધાઓ, માન-સન્માન અને ઐશ્વર્ય આપનારો યોગ. આ યોગ જે લોકોની કિસ્મતમાં હોય છે તેઓ કોઈ રાજાની સામાન જીવન વ્યતીત કરે છે. આ યોગની જાણકારી હસ્તરેખા અને સામુદ્રિક શાસ્ત્રમાં મળી શકે કંઈ વ્યક્તિના ભાગ્યમાં રાજયોગ હોય છે અને કોના જીવનમાં કંગાળીયત લખી છે તેના સંકેત...

1-જે વ્યક્તિની હથેળીના મધ્ય ભાગમાં ઘોડો, ઘડો, ઝાડ કે સ્તંભનું ચિન્હ હોય, તે રાજસુખ પ્રાપ્ત કરે છે. આવા લોકો કોઈ નગરશેઠની સમાન ધનવાન હોય છે.

2-જે વ્યક્તિની લલાટ(કપાળ) પહોળું અને વિશાળ હોય, નેત્ર સુંદર, મસ્ત ગોળ અને હાથની બાહુઓ લાંબી હોય, તે વ્યક્તિ પણ રાજસુખ પ્રાપ્ત કરે છે.

3- જે વ્યક્તિના હાથમાં ધનુષ, ચક્ર, માળા, કમળ, ધ્વજા, રથ, આસાન અથવા ચતુષ્કોણ હોય, તેને મહાલક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.

4-જો અંગુઠામાં યવનું ચિન્હ હોય, સાથે જ માછલી, છત્રી, અંકુશ, વીણા, સરોવર કે હાથી જેવું ચિન્હ હોય તો તે વ્યક્તિ યશસ્વી અને અપાર ધનનો સ્વામી હોયછે.

5-જે વ્યક્તિના હાથમાં તલવાર, પહાડ કે હળનું ચિન્હ હોય, તેની પાસે ધનની ક્યારેય ખોટ પડતી નથી.

6-જે લોકોના હાથની સૂર્ય રેખા, મસ્તક રેખા સાથે મળી ગઈ હોય અને મસ્તક રેખા સ્પષ્ટ સીધી થઈને ગુરુની તરફ ઝૂકીને ચતુષ્કોણનું નિર્માણ કરતી હોય તે મંત્રીની સમાન સુખ પ્રાપ્ત કરે છે.

7-જેના હાથમાં ગુરુ, સૂર્ય પર્વત ઉચ્ચ હોય, શનિ અને બુધ રેખા પુષ્ટ અને સ્પષ્ટ અને સીધી હોય, તે શાસનમાં ઉચ્ચ પદ પ્રાપ્ત કરે છે.

8-જો વ્યક્તિના હાથમાં શનિ પર્વત ઉપર ત્રિશૂળનું ચિન્હ હોય, ચંદ્ર રેખાનો ભાગ્ય રેખા સાથે સંબંધ હોય કે ભાગ્ય રેખા હથેળીની મધ્યથી શરૂ થતી હોય અને તેની એક શાખા ગુરુ પર્વત ઉપર અને એક સૂર્ય પર્વત તરફ જાય તો વ્યક્તિ રાજ્યાધિકારી બને છે.

9-જે લોકોના હાથમાં ગુરુ અને મંગળ પર્વત ઉચ્ચ હોય, મસ્તિષ્ક રેખા દ્વિજિવ્હી અર્થાત્ બે શાખાઓવાળી હોય કે બુધની આંગળી તીક્ષ્ણ હોય તો અને લાંબી હોય, સાથે જ નખ ચમકદાર હોય તો વ્યક્તિ રાજદૂત હોય છે.

-જેના હાથમાં સિંહાસન, દેવાલય, જળાશય, વૃક્ષ, કમંડળ અને શંખનું નિશાન હોય તે વ્યક્તિ મહાત્મા, મુનિ, સંન્યાસી, મઠાધિપતિ કે ધર્મમય જીવન જીવનાર ધર્મપ્રવર્તક હોય છે.

- જે સ્ત્રીના હાથમાં અને મણિબંધમાં મત્સ્યના આકારનું પ્રતીક હોય તે ઉત્તમ પ્રકારનું સૌભાગ્ય મેળવે છે.

-જે સ્ત્રીના હાથમાં નગારું, ગદા, ત્રિશૂળ કે તલવારનું નિશાન હોય તે ર્ધિમષ્ઠ, દાનવીર અને મહાતેજસ્વી સંતાન મેળવે છે.

-હથેળીમાં ધજા, દેવાલયના આકારની રેખાઓ હોય તો તે વ્યક્તિ ધનસંપન્ન હોય છે.

-સૂર્ય પર્વત પર તારાનું નિશાન હોય તે જાતક સાહિત્ય, લેખન અને કલાક્ષેત્રે સફળતા મેળવે છે.

-મંગળ પર્વત પર તારાનું નિશાન હોય તે વ્યક્તિ તમામ પ્રકારનાં સુખ ભોગવે છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111432931
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now