ભૂલથી આ 9 કામ કર્યા, તો પણ તમે મૂર્ખ કહેવાશો!
કહેવાય છે કે પુસ્તક વાંચીને કોઈ પંડિત નથી બનતો. પંડિત બનવા માટે માણસમાં અનેક ગુણ હોવા જરૂરી છે. એટલા માટે જ એવું માનવામાં આવે છે કે શાસ્ત્રો વાંચીને પણ લોકો મૂર્ખ હોય છે પરંતુ જે એ પ્રમાણે આચરણ કરે છે, વસ્તુતઃ તે વિદ્વાન છે. મહાભારતમાં ઉદ્યોગ પર્વમાં વિદૂર નીતિમાં મળેલ વર્ણન પ્રમાણે કેટલાક કામ એવા હોય છે જે કરવાથી મૂર્ખની ઉપાધી મળી જાય છે. પછી ભલે તે અજાણતા થાય.
-વગર વાચ્યે ગર્વ કરનાર.
-દરિદ્ર થઈને પણ મોટા-મોટા સપના જોનાર.
-કોઈ કામ કર્યા વગર ધન મેળવવાની ઈચ્છા રાખવાના મનુષ્યને પંડિતો મૂર્ખ કહે છે.
-જે પોતાનું કર્તવ્ય છોડીને બીજાના કર્તવ્યોનું પાલન કરે છે.
-જે મિત્રનોની સાથે જૂઠું આચરણ કરે છે.
-ન ચાહનારાઓને પણ ચાહવા અને ચાહનારાઓનો ત્યાગ કરી દેવો.
-હંમેશા વ્યર્થના કામ કરનાર.
-વાતે વાતે શંકા વ્યક્ત કરનાર.
-ઝડપી થતા કામમાં પણ મોડુ કરે તે પણ મૂર્ખ કહેવાય છે.