અભ્યાસ હોય કે જીવન, પરીક્ષાની ઘડીમાં આ ચોપાઈ સફળ બનાવશે
જીવનની દરેક ક્ષણ પરીક્ષાની ઘડી હોય છે. આ પરીક્ષા દરેક માનવીની કાબેલિયત અને ક્ષમતાઓની પરખ થતી હોય છે. પણ તે માણસને માનસિક અને વૈચારિક રીતે મજબૂત બનાવે છે. એટલુ જ નહીં તેમાં સફળતા આત્મવિશ્વાસની સાથે જીવનને નિશ્ચિત લક્ષ્ય ભેદવામાં મુખ્ય યોગદાન આપે છે.
આજના સમયમાં કામયાબી અને પ્રસિદ્ધિની ચાહમાં વિદ્યાર્થીઓ કે પ્રોફેશનલ્સ પરીક્ષા કે ઇન્ટરવ્યૂનો સામનો કરે છે. જેની માટે પૂરી તૈયારી હોય તેમ છતાં મનમાં અંદરથી તણાવ અને દબાણ મહેસૂસ કરે છે. જેના કારણે અનેકવાર ઈચ્છા પ્રમાણે પરિણામ નથી મળતું. એવી સ્થિતિથી બચવા માટે જ્યાં પૂરતી તૈયારીઓ અને આત્મવિશ્વાસની જરૂર હોય છે પરંતુ ધર્મમાં આસ્થા અને ઈશ્વરનું સ્મરણ પણ એવી શક્તિ હોય છે જે દરેક સ્થિતિમાં તમને ડામાડોળ થતા બચાવી શકે છે.
હિન્દુધર્મ ગ્રંથ રામચરિતમાનસમાં રામ વનવાસ પણ વ્યવહારિક સૂત્રો શીખવે છે કે જીવનની પરીક્ષાઓમાં માનસિક અને શારીરિક ક્ષમતાઓના દમ ઉપર કેવી રીતે આગળ વધી શકાય છે? તે શીખવે છે. ધાર્મિક દ્રષ્ટિએ રામચરિતમાનસની દરેક ચોપાઈનું સ્મરણ પુણ્યની સાથે અનેક બાધાઓને દૂર કરે છે.
આ કડીમાં અરણ્યકાંડમાં આવતી આ ચોપાઈ મનમાંથી ભય, શંકા, શોકને અંત કરનારી માનવામાં આવે છે. ખાસ કરીને કોઈ પરીક્ષા કે ઇન્ટરવ્યૂ માટે નિકળ્યા હોવ તે પહેલા ભગવાન શ્રીરામની સામાન્ય પૂજા કરી આ ચોપાઈને પૂરી આસ્થાની સાથે સ્મરણ કરવાથી સુનિશ્ચિત સફળતા આપનાર માનવામાં આવે છે—
-ભગવાન શ્રીરામની શક્ય હોય તો ગંધ, અક્ષત, ફૂલ, ધૂપ અને અગબત્તીથી પૂજા કરી અરણ્યકાંડની આ ચોપાઈ બોલો—
संशय सर्प ग्रसन उरगाद:। शमन सुकर्कश तर्क विषाद:।।
भव भंजन रंजन सुर यूथ:। त्रातु सदा नो कृपा वरूथ:।।
આ ચોપાઈમાં સુતીક્ષ્ણ મુનિ દ્વારા રામની સ્તુતિ કરવામાં આવી છે. તેનો અર્થ છે કે જે શંકારૂપી સાપને સમાપ્ત કરવા ગરુડ છે, અત્યંત કઠોર તર્કથી પેદા થનારા વિષાદને નાશ કરનારી છે, આવાગમનને સમાપ્ત કરનાર અને દેવતાઓના સમૂહને આનંદ આપનાર છે, તે કૃપાના સમૂહ શ્રીરામ સદાય અમારું રક્ષણ કરો.