જાતથી જ જાતનો પરિચય થઇ જાય તો સારું,
કોણ છું હું ! એટલું હવે!મને સમજાય તો સારું.
ઓળખાણ કરી છે ઘણી નશ્વરતાની,
હવે આત્માથી ઓળખાણ મારી થાય તો સારું.
વળગી પડી છે મોહ-માયા સંસારની,
હવે સાચું સુખ શું છે! એ મને દેખાય તો સારું.
મારાને તારામા ફસાયો રહી અજ્ઞાની,
હવે કૃષ્ણ જેવા ગુરુ ભેળાં મને થાય તો સારું.
*ભરત'
#પરિચય